સરખેજ-બાવળા હાઈવે પર આવેલા સરી ગામના પાટિયા નજીક ઓક્સિજનના સિલિન્ડર લઈ વટવા તરફ જતી ટ્રકમાં આગ લાગતા એક પછી એક સિલિન્ડર બ્લાસ્ટ થવા લાગ્યા હતા. પ્રચંડ ધડાકા સાથે વાયુવેગે સિલિન્ડર ઊછળતાં આઇસરમાં બેઠેલાં બે શ્રમિકનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે ડ્રાઇવર તેમજ બાઇક પર સવારને પણ ઈજા પહોંચી હતી.