મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહપુર વોર્ડના ઈન્સ્પેકટર સુનીલકુમાર કુમુદચંદ્ર રાણા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો છે. 2010થી 2020 સુધીના 10 વર્ષમાં સુનીલકુમારની પગારની આવક રૂ.65.41 લાખ થતી હતી. જેની સામે તેમણે રૂ.2.75 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી હતી. જેમાં પત્ની અને દીકરીના નામે 3 મકાન અને રૂ.1.50 કરોડની ફિકસ ડિપોઝિટનો સમાવેશ થાય છે. આ મિલકતો સુનીલકુમારની કાયદેસરની આવક કરતા 306.11 ટકા વધારે હતી.