અમદાવાદ શહેરમાં લાલબસ તરીકે જાણીતી AMTSનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા વર્ષ 2024-25નું રૂ.641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોને AMTS, બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 7 જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે. પ્રવાસીઓને બસના રૂટોની માહિતી માટે હવે ક્યુઆર કોડ મૂકવામાં આવશે.