મધ્યપ્રદેશથી સગીર પ્રેમિકા સાથે ભાગીને આવેલ યુવક તેની પ્રેમિકા સાથે કડોદરાના સરગમ કોમ્પ્લેક્સની તૃપ્તિ રેસિડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં રહેતો હતો. રવિવારના રોજ સ્થાનિક પોલીસસાથે મધ્યપ્રદેશ પોલીસ તેમના ફ્લેટ પર જતાં જ બંને પ્રેમી પંખિડાએ પાંચમા માળેથી પડતું મૂક્યું હતું. ગંભીર ઇજા થતાં બંનેનું સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર મચી ગઇ હતી.