મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની રૂપિયા 500નાં દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ રૂપિયા 38 લાખ 43 હજાર 134નો મુદ્દામાલ તેમજ પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોસ કોમ્પ્લેક્ક્ષમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં મહમ્મદ આરીફ યુનુસ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500 ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 17 લાખ 79 હજાર 372નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.