17 વર્ષની ઉમંરે બોગસ માર્કશીટના આધારે વિદ્યાર્થીએ મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો અને ડોકટર પણ બની ગયો. આખી જીંદગી ડોકટર તરીકે પ્રેક્ટિસ પણ કરી અને આ આરોપી ડોક્ટર 60 વર્ષનો થયો ત્યારે બનાવના 43 વર્ષ બાદ અદાલતે ત્રણ વર્ષની સજા અને દસ હજાર રૂપિયા દંડ દાખલા રૂપ ચુકાદા મારફતે આરોપી ઉત્પલ અંબુકુમાર પટેલને ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો.