વલસાડ નજીક વહેતી ઔરંગાનદી ઉપર લીલાપોર અને હનુમાનભાગડા વચ્ચે 50 વર્ષ અગાઉ બનાવવામાં આવેલ બ્રિજ નીચેના હિસ્સામાં જર્જરિત બની જતાં જોખમી થઇ રહ્યો છે.ગર્ડરના નીચે પણ ખારનાકારણે બાંધકામ જર્જરિત થઇ રહ્યું છે. છતાં આ બ્રિજ પર હજી વાહનચાલકો અ્ને રાહદારીઓની અવરજવર ચાલી રહી છે. આ બ્રિજ નવિનીકરણ માટે રાહ જુવે છે.