વલસાડની વાપી નગર પાલિકાનું વિકાસ લક્ષી બજેટની ખાસ સામાન્ય સભા પાલિકાના સભા ખંડમાં મળી હતી. વાપી નગરમાં આવનાર વર્ષો માટે યોજાનારા વિકાસના કામો અંગે બજેટની સામાન્ય સભામાં પાલિકાનું 151 કરોડનું વાર્ષિક બજેટ ઉપર તેમજ વિકાસના કામો અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે વાપી નગર પાલિકા ખાતે મહિલા જાતીય સતામણીની સમિતિના સભ્યોની રચના કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા વાપી નગર પાલિકાને પ્રોપટી ટેક્સમાં 10% વધારો કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. વાપી નગર પાલીકાના સભ્યોએ નગર પાલિકાની બોર્ડમાં સર્વાનું મતે 10% પ્રોપટી ટેક્સમાં વધારો નામંજૂર કર્યો હતો.