ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે આજે મોડી રાત્રે 50 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે. વડોદરા કલેક્ટર એબી ગોરને મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્પેશ્યલ ડ્યુટી સોંપવામાં આવી છે.