કરોડોના ખર્ચે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આવાસ યોજના અંતર્ગત આવાસોનું નિર્માણ કરેલ છે. રાહતદરે ફાળવવામાં આવતાં આ આવાસોનો લાભ લેવા માટે અરજદારો ફોર્મ ભરવા સમયે ભરવી પડતી રકમ ભરી દિધાં બાદ આવાસની ફાળવણી કર્યા પછી નિયત કરેલ રકમ ભરવામાં વર્ષો લગાવતાં હોવાના કારણે રાયસણ ખાતે આવેલી ટીપી 19ના ફાઈનલ પ્લોટ નંબર 361 પર આવેલ LIG-2ની સ્કીમના 65 બાકીદારો સામે અંતિમ તબક્કાની નોટીસ ફટકારી છે.