ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાનો સરકાર અમલ કરાવવા જઈ રહી છે ત્યારે આ યોજનાનો ઉમેદવારો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ યોજનામાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગણી કરવામાં આવી છે. જેને લઈને આજે યુથ કોંગ્રેસે સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન કર્યો હતો. જોકે, પોલીસે હવનકુંડ સાથે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.