ગાંધીનગર જિલ્લાના કલોલ પોલીસ મથકની હદમાં આવેલ મામલતદાર કચેરીની બહાર થયેલી મારામારીની ફરિયાદ અનુસંધાને અરજદારની ખોટી રીતે ધરપકડ કરવાના કેસમાં હેડ કોન્સ્ટેબલ ભાવેશ કરમશીભાઈ વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે અંગેની વધુ સુનાવણી 21 મી ફેબ્રુઆરીનાં રોજ યોજવામાં આવશે તેમ જાણવા મળે છે.