ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ.નાયકએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે કે, હાલમાં ગુજરાતમાં ખરીદેલા વાહનો નોંધણી કર્યા બાદ માલિકોના નામે થયા પછી આશરે દશ લાખ થી વધુ વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવેલ છે. વાહનવ્યવહાર વિભાગ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવતા વાહનચાલકો દોડતા થઈ ગયા છે.જેથી આ તમામ બાબતની તપાસ કરવામાં આવે તથા જે અધિકારીની ભૂલ માલૂમ જણાય તેમને સસ્પેન્ડ કરવામાં આવે તથા વાહન માલિકો પાસે જે રકમ વસૂલ કરવાની બાકી રહી ગયેલ છે તે રકમ જે તે જવાબદાર અધિકારી પાસે વસૂલ કરવામાં આવે