અંદાજે સાડા ચાર લાખની વસતી ધરાવતી નવસારી-વિજલપોર પાલિકાને સરકાર મહાનગર પાલિકાનો દરજ્જો આપે તેવી માંગ ઉઠી છે. પાલિકાના પૂર્વ પ્રમુખ અને ક્રેડાઈ દ્વારા પણ નવસારી પાલિકાને મનપાનો દરજ્જો આપવાની માગ કરવામાં આવી છે અને તેઓને આશા પણ છે કે, સરકાર તેઓની માગણી આવનારા દિવસમાં જરુર સંતોષશે.