દાંતામાં હડાદ રોડ ઉપર આવેલ ખાનગી ગોડાઉનમાં પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાંથી રૂ. 9.61 લાખના 34 હજાર કિલો ચોખાનો જથ્થો કબ્જે લેવાયો હતો. જેની સાથે પાંચ વાહનો કબ્જે લઇ કુલ રૂપિયા 35.98 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ દાંતા તાલુકાના ભાંખરી ગામના ગોડાઉન સંચાલક ઇલીયાસભાઇ મેમણ સામે કાર્યવાહી હાથ ધરી હતી.