પાલિકા દ્વારા તા.૩૧/૦૧/૨૦૨૪ અને તા.૦૧/૦૨/૨૦૨૪ ના રોજ નવાગામ ડિંડોલી, ઉધનાયાર્ડ ગોવિંદ નગર, ઉમરવાડા માન દરવાજા વિસ્તારમાં આવેલ કોર્મર્શીયલ ઇન્ડસ્ટ્રીયલ મિલ્કતોમાં લાંબા સમયથી વેરો ભરપાઇ ન કરતા ૧૦૮ મિલ્કતોને ટાંચમાં લઇ સીલ કરવામાં આવી છે. લિંબાયત ઝોન દ્વારા ૦૨ દિવસમાં કુલ રૂ.૧,૪૪,૭૭,૦૦૦/- થી વધુ રકમની વસુલાત કરવામાં આવી છે. વધુમાં તા.૦૧/૦૨/૨૦૨૪ સુધીમાં લિંબાયત ઝોન દ્વારા કુલ ૨૭૮.૨૬ કરોડ ડિમાન્ડની સામે કુલ ૧૮૯.૫૨ કરોડ, ૬૮.૧૧% ની વસુલાત કરવામાં આવી છે. હવે રેસીડેન્સ એરીયામાં બાકીદારોની મિલકતોમાં નળ કનેકશન તેમજ ડ્રેનેજ કનેકશન કાપવાની ઝુંબેશ હાથ ધરાશે