બજેટ અંગે માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 'હાલમાં સાબરમતીથી મુંબઈ સુધી ટ્રેકની કામગીરી ચાલી રહી છે. 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવાની કામગીરી તેમજ સ્ટેશનોની કામગીરી પણ ઝડપથી કરાઇ રહી છે. ગુજરાતમાં 701 કિલોમીટર રૂટ પર નવી લાઈન તેમજ ગેજ કન્વર્ઝનની કામગીરી ચાલી રહી છે. લગભગ 97 ટકા ટ્રેકનું ઈલેક્ટ્રીફિકેશન કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સોમનાથ સહિત 87 સ્ટેશનો રિડેવલપ કરવામાં આવશે. જેમાં હાલ સુરત, વડોદરા, સોમનાથ સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે જ્યારે અમદાવાદ સ્ટેશન ડેવલપમેન્ટ કામગીરી શરૂ કરવામાં આવશે.