વાગરા તાલુકાના ગામે દહેજ-આમોદને જોડતા માર્ગ ઉપર આવેલ મુલેર ચોકડી નજીક ટેન્કરમાંથી કેમિકલ અચાનક લીકેજ થવા લાગ્યું હતું. માર્ગ ઉપર કેમિકલ ઢોળાતા ધુમાડાના ગોટેગોટા વાતાવરણમાં પ્રસરી ગયાં હતાં. ફાયર વિભાગને કોલ મળતાજ ફાયર ફાઈટરો બનાવવાળી જગ્યાએ આવી પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. કેમિકલ વાતાવરણમાં પ્રસરતા લોકોની આંખોમાં બળતરા પણ થવા લાગી હતી.