બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ પંથકમાં શુક્રવારે બપોરે ધરતીકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. લોકો ઘરની બહાર દોડી ગયા હતા. બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું હતુ કે, 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ વાવથી 21 કિલોમીટર દૂર લોદ્રાણી નજીક જમીનમાં 7.8 કિ.મી ઉંડે કેન્દ્રબિંદુ હતુ. ભૂકંપથી વાવ તાલુકાના સપ્રેડા પ્રા. શાળાના ત્રણ માળના બિલ્ડીંગમાં તિરાડો પડી હતી.