સુરત પાલિકાએ ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સુરત પાલિકાએપ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.56 કિલોમીટરના રોડ બનાવ્યા છે. આ રોડ ડામર રોડ કરતા મજબૂત હોવાનો દાવો થઈ રહ્યો છે જો આ પ્રોજેક્ટ સફળ થાય તો પાલિકા દ્વારા આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવા આયોજન થઈ રહ્યું છે