નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા એક ગામમાં સામાજિક રીત રિવાજથી ગોઠવાયેલા લગ્ન ઉપર પ્રેમ ભારે પડ્યો છે. ભૂતકાળની પ્રેમિકાએ વરરાજાને લગ્ન કરવા જશે તો ઝેર પી મરી જવાની ધમકી આપતા ધર્મ સંકટમાં પડેલા વરરાજાએ ઘરેથી ગાયબ થઇ જતા નવોઢાના સપના ઉપર પાણી ફેરવતા બંને પરિવાર વચ્ચે કકળાટ સર્જાયો હતો. ઘટનાના પગલે પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.