ભરૂચમાં રોટરી કબલ દ્વારા પેટ્સ એમ્પાયર્સ 2.0 નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું.જેમાં 150 થી વધુ પેટ્સના માલિકોએ ભાગ લીધો હતો. જેમાં ઇગવાના રેપટાઇલ્સ, પર્સીયન કેટ, ડોગ, પક્ષીઓમાં મકાઉ પેરોટ,ઘોડા સહિતના પેટ્સ લોકોને આકર્ષિત કર્યા હતાં.કલેક્ટર દ્વારા પેટ્સ શોને ખુલ્લો મુકાયો હતો ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી કલબ ઓફ ભરૂચ, ઈન્ટરેક્ટ અને રોટ્રેક્ટ કલબ ઓફ ભરૂચના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર્સ 2.0 શોનું આયોજન કરાયુ હતું. જ્યાં પાલતું પશુઓ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.