આણંદ જિલ્લાના નાવલી-નાપાડ રોડ ઉપર ગુરૂવારે મધ્યરાત્રે એક અર્ટીગા કાર તથા ત્રણ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અન્ય ત્રણ બાઈકને અડફેટે લેતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી . જેમાં અકસ્માત સર્જનાર જેનિશને પણ ઈજા પહોંચી હોઈ તે આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. દરમિયાન, તબીબે રજા આપતાં જ આણંદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી આગામી છઠ્ઠી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જ યુવકની કારની સ્પીડ 80થી વધુની હોવાનું અને તે નશામાં હોવાનુું ખૂલ્યું છે.