રાજ્ય સરકાર દ્વારા વીજ બીલ ન ભરી શકનારી કે વીજ બીલ ભરવું જે નગરપાલિકાને મુશ્કેલ પડે છે તેવી નગરપાલિકાઓને સોલર પેનલ થકી વીજ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે બજેટ ફાળવી સોલર લગાવવામાં આવ્યા છે. જેમાં કપડવંજમાં ત્રણ અલગ અલગ સ્થળોએ સોલાર પેનલ લગાવી વીજ બિલમાં 40 ટકા સુધીની બચતનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.