કરમસદ નગરપાલિકા છેલ્લા એક વર્ષથી વહીવટદારનું શાસન હોવા છતાં વહીવટ ખાડે ગયો હોય તેમ પ્રજાના પ્રશ્નોનું કોઇ નિરાકરણ આવતું નહીં હોવાની ફરિયાદો મળી રહી છે. કાયમી ચીફ ઓફિસર નહીં હોવાથી પ્રજાની રજૂઆત સાંભળવા કોઇ જ તૈયાર નથી. જેને લઇને શહેરની ચોતરફ ગંદકી સામ્રાજય છવાયેલું હોવાથી રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. શહેરમાં મોટાભાગના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળે છે. તો ઠેર ઠેર ડ્રેનેજના પાણી વહેતા રોગચાળાની ભીતિ સતાવે છે.