અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ચોરીના વધી રહેલાં બનાવોથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયાં છે. તસ્કરો પ્રખ્યાત પશુપતિનાથ મંદિરના તાળા તોડી તેમાંથી સાડા 5 કિલો ચાંદીની ઉઠાંતરી કરવામાં સફળ રહયાં હતાં. પશુપતિનાથ મહાદેવ મંદિરના સીસીટીવી મુજબ તસ્કરો ગર્ભગૃહનો દરવાજો તોડી શિવલિંગ પર મૂકવામાં આવેલ 5 કિલોગ્રામ ના ચાંદીના નાગદેવતા, 500 ગ્રામની ગણપતિ જી ની મૂર્તિ અને ચાંદીનું આસાન મળી સાડા 5 કિલો ગ્રામ ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.