વલસાડના ધરમપુર ખાતે 26 લોકસભા બેઠકના કોંગ્રેસના અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . ભારત જોડો યાત્રા સાથે રાહુલ ગાંધી આગામી માર્ચ મહિનામાં યાત્રા સાથે ગુજરાતમાં આવશે જેના આયોજન અંગે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વલસાડ જિલ્લા અને ડાંગ લોકસભા બેઠક ના કાર્યકરો સાથે લોકસભા ચૂંટણી જીતવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે ભારત જોડો યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાય તે રીતનું આયોજન કરવામાં આવશે