સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલ માર્કેટયાર્ડમાં પુરવઠા વિભાગની ટીમે વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઘઉં, ચોખા અને ચણાનો દોઢ લાખ કિલોગ્રામથી વધુનો જથ્થો ઝડપી લીધા બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. રૂ. 34.25 લાખનો જથ્થો ઝડપાતા ઇડર મામલતદારે ચાર વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.