રાજકોટ પીજીવીસીએલના આઠ ડિવિઝનમાં 361 જેટલી ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા અને મેરીટ લીસ્ટનો ટાઈમ વધારવાની માંગ ને લઈ છેલ્લા પાંચ દિવસથી રાજકોટ પીજીવીસીએલ ડિવિઝન ખાતે 400 થી વધુ યુવાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જે વિરોધ પ્રદર્શનને પાટણ એનએસયુઆઇ દ્વારા સમર્થન આપી ટી. બી.ત્રણ રસ્તા માર્ગ ખાતે ચકકાજામ સાથે ઊર્જા મંત્રી ના પૂતળા નું દહન કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.