વિધાનસભા ગૃહમાંધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, કેવડિયાથી 12 કિલો મીટર દૂર એરપોર્ટ બનાવવામાં આવશે. હાલ તિલકવાડા ખાતે એરપોર્ટ બનાવવા માટે સરકાર કવાયત કરી રહી છે. તિલકવાડાના ફેરકુવા અને સુરોવા ખાતે એરપોર્ટ બનાવવાની શક્યતા છે. આ ઉપરાંત સિદ્ધપુર અને વડનગર ખાતે એરપોર્ટ બનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે સિદ્ધપુર અને વડનગરમાં પણ પ્રિફિઝિબિલિટીની કામગીરી પ્રગતિ હેઠળ છે