પેસેન્જર સરકારની એસટી તંત્રની બસ ઉપર વિશ્વાસ રાખી મુસાફરી કરતા હોય છે ત્યારે આ વિશ્વાસને ડગમગાવાનું કામ ડ્રાઇવરો દ્વારા બિન્દાસ્તપણે કરાઇ રહ્યું છે. ભૂતકાળમાં અનેક વખત બસ અકસ્માતના કિસ્સા નોંધાયા છે. જેમાં બસમાં મુસાફરી કરનાર પેસેન્જર, ડ્રાઇવર-કંડકટર તથા સામે અકસ્માત થનાર વાહન ચાલકો કે તેમાં બેસેલા મુસાફરો ભોગ બનતા હોવાનું જોવા મળતું હોય છે, આમ નવસારી-સુરત રૂટની એસટી બસનો ડ્રાઇવર પોતાની મસ્તીમાં પગ ચડાવી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. તંત્ર દ્વારા આ બાબતે જરૂરી તપાસ કરી જવાબદાર ડ્રાઇવરને દંડાત્મક કે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.