મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ આયશર ટેમ્પોમાં પારડી ચાર રસ્તા બ્રિજ પાસે અચાનક ધૂમાડો નીકળતા ડ્રાયવર કેબીનમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયરની ટીમે કેબિનમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ટેમ્પો ચાલકે સમયસૂચકતથી ટેમ્પો સાઈડમાં ઉભો રાખી પોતાનો બચાવ કર્યો હતો.