અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર બાકરોલ બ્રિજ પર ઉભેલી ટ્રક પાછળ વહેલી પરોઢે એસિટીક કેમિકલ ભરેલું ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું જેના પગલે ટેન્કરમાં રહેલ એસિડિક રસાયણ જાહેર માર્ગ પર વહેતુ થતા ધુમાડાના ગોટેગોટા નીકળતાં ઉતેજના છવાઈ હતી. માર્ગ પર ઢોળાયેલા કેમિકલને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી હતી. પાનોલી ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો