વ્યારાના કાજણ ગામના જંગલમાં એક પ્રેમી પંખીડાઓ જ્ઞાતિ અલગ અલગ હોવાથી લગ્નમાં અડચણ આવતી હોય, બાવળના ઝાડ સાથે દોરી બાંધી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. પોલીસે સ્થળ પર જઈ મૃતકોનો કબજો મેળવી પીએમ માટે વ્યારા ખાતે લઈ આવ્યા હતા. અપરિણીત યુવક અને પરિણીત યુવતીની અલગ જ્ઞાતિ બંનેના મોતનું કારણ બની હોવાનું જાણવા મળે છે.