હાલ અનેક ગામડાઓમાં સારવાર કરવા છતાં પશુ પાલકોના પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. ગામમાં છેલ્લા કેટલાક દિવસથી પશુ ડોક્ટરની ટીમો દ્વારા સારવાર કરાઈ રહી છે. ખરવા-મોવાસા રોગના કારણે ટપોટપ દૂધાળા પશુઓ મુત્યુ પામતાં લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પશુઓને મોઢાના ભાગે ખરવાની અસર ગળામાંથી લાળ પડવી, પગ પકડાવવા જેવી બીમારીના કારણે ખોરાક છોડી દઈ બે કે ત્રણ દિવસની અંદર પશુઓને સારવાર કરાવવા છતાં કેટલાક પશુઓના મૃત્યુ પામી રહ્યા છે.