બીલીમોરા સહિત આસપાસ ઘણાં નાના મોટા તળાવ આવેલા છે અને તેના હાલ પાણી પર જળકુંભી અને જંગલી વનસ્પતિનું આવરણ ફેલાયું છે. જેના કારણે તેમાંથી દુર્ગંધ પણ ફેલાઇ છે. ત્યારે નદીઓને શુદ્ધ કરવા તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવે એવી લોકોની લાગણી પ્રવર્તી છે. પૂજાપો, પ્લાસ્ટિક ની થેલી, સહિત બીજો રોજીંદો કચરો આ પાણીમાં ઠલવાય છે, જેને કારણે પાણી અશુદ્ધ થતું હોય છે