નર્મદા જિલ્લાના એકતાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ASI ધવલ વાડીલાલ પટેલે આંકડા જુગારનો ધંધા કરતા એક બુટલેગરને તેનો જુનો વ્યવહાર બાકી છે તે બાબતની પતાવટ કરવા જણાવ્યું હતું. આ ASI ધવલ પટેલે ફોન કરી ફરિયાદી પાસેથી રૂ.3000ની લાંચની માંગણી કરેલી અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવ્યું હતું.એસીબીએ આ સફળ ટ્રેપ કરી આગળની કાર્યવહી હાથ ધરી છે.