કાપોદ્રા ગામ નજીક તાપી લોજ પાછળ આગ લાગી હોવાની ફરિયાદ મળી હતી. પોલીસની ટીમ અમન માર્કેટ ખાતે પહોંચી ત્યાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ સળગાવી રહ્યા હતા.પ્લોટ નંબર 103 સર્વે નંબર પૈકી 1 પર આવેલા પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ખૂણામાં 15 ફૂટ લંબાઈ 15 ફૂટ પહોળાઈ,10 ફૂટ ઊંડો ખાડો ખોદી તેમના કંટામીનેટેડ પ્લાસ્ટિક વેસ્ટ, વુડન વેસ્ટ, પેપર વેસ્ટ,જેવું વેસ્ટ સળગાવી રહ્યા હતા. આ ભંગારના ગોડાઉનના સંચાલક દ્વારા રાસાયણિક વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રામ પંચાયત,ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ફાયર વિભાગ સહીત સંબંધિત વિભાગની મંજૂરી લીધા વગર જમીન તથા હવા પ્રદુષિત કરી પર્યાવરણ હાનિ થાય તેવું કૃત્ય કરી ગુનો કર્યો હોવાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.