વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે રોડ પર આવેલ પેટ્રોલ પંપની બાજુમાં રોડની સાઈડમાં કપાસિયા તેલ ભરી ઊભા રહેલ ટેન્કરને પૂરઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે ટક્કર મારતાં ટેન્કરની ટાંકી ફાટી જવાથી તેલ રોડ પર ઢોળાઈ જવા પામ્યું હતું. જેમાં ડ્રાઈવરનો આબાદ થયો હતો. આ બનાવ અંગે પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.