શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા અને 'આપ'ના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા દવારા તાજેતરમાં શિક્ષણમંત્રીના મતવિસ્તારમાં આવેલી શાળાઓની પરિસ્થિતિ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, વર્ગખંડના અભાવે બાળકોને બહાર બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે. ઉમરા, ભરથાણા, વેલંજા, બંગર, અબ્રામા, લસકાણા, ભાદા, વેગેરે વિસ્તારમાં આવેલી શાળાઓમાં ઓરડાની સંખ્યા જરૂરીયાત કરતાં ઓછી છે જેને કારણે બાળકોને બહાર બેસાડવા પડે છે અથવા તો એક વર્ગમાં એકથી વધુ ધોરણના બાળકોને બેસાડવાની નોબત આવી છે.