ભરૂચના દહેજ બાયપાસ રોડ પર એબીસી ચોકડીથી શેરપુરા ગામ સુધી 3.4 કિમી લાંબા એલીવેટેડ કોરીડોરનું કામ ચાલુ કરવામાં આવતાં રોજ 5 કિમી સુધી ટ્રાફિકજામ જોવા મળી રહયો છે. ખાસ કરીને સવારે અને સાંજે દહેજ જીઆઇડીસીની કંપનીઓમાંથી આવતી લકઝરી બસો તથા ભારદારી વાહનોના કારણે આ સ્થિતિનું નિર્માણ થઇ રહયું છે. એલીવેટેડ કોરીડોરની કામગીરી આગામી બે વર્ષ સુધી ચાલે તેમ હોવાથી શહેરીજનોને ટ્રાફિકની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે. 6 માર્ગીય કોરીડોર રૂપિયા 420 કરોડના ખર્ચથી આકાર લેવા જઇ રહયો છે.