તાપીના નિઝર ખાતે તાલુકા પંચાયત કચેરીની બાજુમાં ઘણા વર્ષો પહેલા સરકાર દ્વારા લાખોના ખર્ચે નિઝર ગ્રામ પંચાયતની પંચવટી બનાવવામાં આવી છે. જે પંચવટીના કેમ્પસની અંદર મોટા પાયે ઉગી નીકળેલ ઘાસચારાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેમજ પંચવટીમાં આવતા બાળકોઓ માટે રમત-ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. તે પણ ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે અને પંચવટીના ફરતે કંમ્પાઉન્ડ વોલ, કેમ્પસની અંદર ગાર્ડન, બેસવા માટે બાંકડા સહીત વિવિધ સુવિધાઓનો અભાવ પણ છે. જોકે હાલમાં આ પંચવટીમાં પ્રવેશ કરવાનો મુખ્ય દરવાજાને વાયરથી બાંધી દેવામાં આવેલ છે. આ પંચવટીની યોગ્ય જાળવણી નહિ કરાતા પંચવટી ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.