પશુપાલન વિભાગની માંગણીઓ ઉપર વિધાનસભામાં ડૉ.કિરીટભાઈ પટેલે વિધાનસભામાં પ્રશ્નો કર્યા હતા કે રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2ની કુલ કેટલી જગ્યાઓ છે તે પૈકી ખાલી જગ્યા કેટલી ? અને 10 વર્ષિય ભરતી કેલેન્ડરની અવધી-2023 માં પૂર્ણ થતી હતી તે મુજબ કેટલી જગ્યાઓ ભરવામાં આવી છે તેનો જવાબ આપતા રાજ્યના પશુપાલન મંત્રીએ લેખીત જવાબમાં જણાવ્યા મુજબ 460 જગ્યાઓ પૈકી 31ની ભરતી કરવામાં આવી છે અને હાલમાં મંજુર જગ્યાઓમાંથી 420 જગ્યાઓ ખાલી છે.10 વર્ષિય ભરતી કેલેન્ડર અનુસાર ભરવા પાત્ર ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં હોવાનો જવાબ આપવામાં આવ્યો છે.