ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈ શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવામાંનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સમિતિઓની રચના બાદ સભાની કાર્યવાહી પૂર્ણ થતાં કમિટી ન મળનાર સભ્યોએ પોતાની નારાજગી દર્શાવી હતી.