વડોદરા શહેરના અકોટા - દાંડિયા બજાર બ્રિજ ઉપર સૂર્ય ઢળતા જ પ્રેમી યુગલોની આવન જાવન શરુ થઇ જાય છે. અને લાજ શરમ નેવે મૂકી જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરી સંસ્કારી નગરીને કલંકિતનો પ્રયાસ નજરે ચડે છે. ખાસ કરીને સોલાર બ્રિજના પીલરો તથા આસપાસની અવાવરું જગ્યા મોકળું મેદાન આપે છે. ત્યારે ગતરોજ સાંજે સાત વાગ્યાના સુમારે બ્રિજ પર પ્રેમીપંખીડાએ જાહેરમાં ચેનચાળા કરતા ત્યાંથી પરિવાર સાથે પસાર થતા લોકો શરમમાં મુકાયા હતા. ખાસ કરીને પોલીસ અગાઉની ઘટનાઓનો બોધપાઠ લઇ કોઈ અનિચ્છીય ઘટના ઘટે તેવા પ્રયાસો અહીં કરે તે પણ જરૂરી છે.