બનાસકાંઠા જીલ્લાની હજારો આશા વર્કર બહેનો પડતર માંગણીઓ મામલે જિલ્લા કલેકટર કચેરીએ લેખિત રજૂઆત કરી ધરણા પ્રદર્શન કર્યુ હતું. અનેક વખત રજૂઆતો કરવા છતાં 50% ટોપઅપ વધારો સમયસર ન ચુકવાતા તેમજ તેઓની પડતર માંગણીઓ ન સંતોષાતા વિવિધ માગણીઓને લઈને કલેક્ટર કચેરી આગળ આશા વર્કર બહેનો એકત્ર થઈને સરકાર વિરોધી સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો