સુરતથી અયોધ્યા ધામ જઈ રહેલી આસ્થા એક્સ્પ્રેસ ટ્રેન પર સોમવારના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર પાસે પથ્થરમારો થયો હતો. આ ઘટનાના વિરોધમાં બારડોલીની જય શ્રીરામ સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જય શ્રીરામ સેનાએ જણાવ્યુ હતું કે, ભારતના સંવિધાનમાં બિનસંપ્રદાયિક્તા માત્ર હિન્દુઓ પૂરતી સીમિત ન હોય તમામ ધર્મના લોકો પર લાગુ પડે છે.