ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઇ રહી છે.જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો.પરંતુ બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપેલી છે. ત્યારે આજ રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી સુરત તરફ જતી ST બસે પુરઝડપે જતી વેળાએ આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ પરથી હટીને ડિવાઈડર પર ચઢી ગઈ હતી.જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.