સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા 2.0 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એથ્લેટીક્સ સ્પર્ધામાં દોડ, કુદ અને ફેંક વિભાગ તેમજ ફૂટબોલ અને ખો - ખો જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. નર્મદા જિલ્લામાંથી કુલ 350થી વધુ એથલેટિક્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને 17 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ જીતીને નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે.