સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખોડીયાર કુવા મોટા માઢ વિસ્તારમાં ગતરાત્રીના સમયે પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં ટોળાએ ઇકો ગાડીમાં તોડફોડ કરીને એક યુવકને માથામાં પાઈપ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેને સારવાર માટે લઇ જતા રાજુ કાન્તીભાઈનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ફરિયાદ આધારે 17 સહીત 30ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે.